________________
==
પરિચ્છેદ ]
નું આયુષ્ય
૧૦૧
ઉદ્દભવે જ; પણ તેને ઉત્તર સહજ છે. એક તો એ કે તે કેવળ એક સામ્રાજ્યનું જ પાટનગર હતું એમ નથી, પણ તે હિંદભરના તે તે વખતના સર્વ સામ્રાજ્યોમાંથી પ્રથમ પંક્તિએ મૂકાય તેવા સામ્રાજ્યનું ગાદી સ્થાન હતું. અને બીજું એ છે કે તેનું રાજદ્વારી મહત્ત્વ ઘટી ગયા પછી અરે ! કહો કે છેવટે તેને વિનાશ થયા પછી પણ, તેનું અસ્તિત્વ માની લઈને, તે તે સમયના સામ્રાજ્યનું પાટનગર તેને જ ઠરાવીને, વિદ્વાનોના હાથે અનેક ઐતિહાસિક તને અન્યાય થઈ રહ્યો છે. એક બે જ ઉદાહરણ આપીશું. (૧) સમ્રાટ પ્રિયદર્શિનના સમયે તેના રાજકીય વૈભવમાં પ્રભાવમાં અતિ ન્યૂનતા થઈ જવા પામી હતી, છતાં તેની રાજગાદી પાટલિપુત્રે માની લેવાથી, તેના રાજ્યના અનેક રાજદ્વારી તો માર્યા ગયાં છે (૨) અને મૌર્યવંશની સમાપ્તિ થયા બાદ પણ શુંગવંશની ગાદી પાટલિપુત્રે માની લીધી હોવાથી કેટલીયે ઐતિ- હાસિક સ્થિતિ સમજવામાં મુશ્કેલી ઊભી થઈ છે; જેમકે, પુષ્યમિત્રને કે અગ્નિમિત્રને જે પાટલિપુત્રે રાજ કરતે માનતા હોઈએ, તે તે વિદિશાને રાજકર્તા કેવી રીતે થવા પામે તથા તેણે પાટલિપુત્ર ઉપર કેમ ચડાઈ કરી તેને ઊકેલ લાવવામાં ગોથાં જ ખાવાં પડે છે. ઇયાદિ ઈત્યાદિ.
પુ. ૧. પૃ. ૩૦૨ માં શિશુનાગવંશના રાજા ઉદયનનો ઇતિહાસ લખતાં આપણે જણાવી ગયા છીએ કે પાટલિપુત્રની સ્થાપના પિતાના રાજ્યના ચોથા વર્ષે એટલે મ. સ. ૩૪-ઈ સ. પૂ. ૪૮૩માં તેણે જ કરી હતી. અને અહીં એમ
સાબિત કર્યું છે કે તેને ભંગ સમ્રાટ અગ્નિમિત્રના હાથે મ. સ. ૩૪૭=ઈ. સ. પૂ. ૧૮૧ અને ૧૭૪ ના ગાળામાં અથવા બહુ તે આશરે . સ. ૫. ૧૭૯–૮૦ માં થયો સંભવે છે. અલબત્ત, કહેવું જ પડશે કે, જેમ વસંપતિ રાજા શતાનિક અંગપતિ રાજા દલિવાહનની રાજનગરી ચંપાને ભાંગી નાંખી હતી પછી પણ પાછળથી તેનાં રહી ગયેલ અવશેષ ઉપર સમારકામ કરી મગધપતિ સમ્રાટ અજાતશત્રુએ તેને પુનરૂદ્ધાર કર્યો હતો પ૮ તેમ અહીં પણ અગ્નિમિત્રના હાથે કેવળ ધનપ્રાપ્તિની લાલસાથી તે આખી નગરી ખોદાઈ ગઈ હોવાથી ઉજવેરાનખેદાનમેદાન જેવી થઈ ગઈ હતી. પણ તેથી તેને વિનાશ-સર્વથા નાશ-થયેલ તે ન જ કહી શકાય. એટલે તેનું આયુષ્ય પણ ઈ. સ. પૂ. ૪૮૩ થી માંડીને ઈ. સ. પૂ. ૧૭૯ સુધીના ૩૦૪ વર્ષને બદલે કાંઈક વધારે હતું એમ કહેવામાં કાંઈ બાદ આવ્યો ગણાશે નહીં. પણ તે ભગ્ન થયા પછી તેની રાજકીય મહત્તા તે સર્વથા નાશ થઈ જ લેખાશે; કેમ કે પાછો તેને જીર્ણોદ્ધાર થયેલ હેય એમ કયાંય જણાયું નથી. પણ પાટલિપુત્ર ઉપર જ ખાસ જે પુસ્તક મિ. કિન્ડેલે લખ્યું છે તેમાં તેમણે એમ સૂચવ્યું છે કે તે નગર તે કોઈ કાળે અગ્નિપ્રકોપનો ભોગ બનીને નાશ પામ્યું હોવું જોઈએ, કેમકે તેનાં જે અવશેષો, વર્તમાનકાળે બિહાર-ઓરિસા પ્રાંતમાં પટણા નજીકના પ્રદેશમાંથી ખોદી કઢાયાં છે તેમાંના કેટલાકનાં પ્રસ્તરે અગ્નિના ધૂમાડાથી બળી ગયાં હોય અને પરિણામે કાળાં પડી
સમયે સાથેસાથે જ જે યવન રાજાએ સાકલ અને મધ્યમિકા નગરીને ઘેરે નાંખ્યો હતો તે યુથી સને પુત્ર ડિમેટ્રીઅસ જ હતે જુઓ એકટા ઓરીએન્ટેરીઆ
પુ. ૧, પૃ. ૩૩.)
(૫૭) જુએ. પુ. ૧, ૫, ૧૧૪. (૫૮) જુઓ પુ. ૧, ૫. ૨૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com