________________
૧૧૪
શુગવંશ
[ ચતુર્થ
સૂરિને અવંતિપતિની ૧ હદ છેડીને દક્ષિણ દેશના પઠણ-પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરવો પડ્યો હતો. સાથે કેટલીક જૈન પ્રજા હીજરત પણ કરી ગઈ હતી. દક્ષિણમાં જઈ, ધર્મોપદેશ આપી અંધપતિને તેમણે પાછો જૈન ધર્મમાં દઢ બનાવ્યો અને કેટલાક અતિ અગત્યના ફેરફાર કર્યા. આ પ્રમાણે અવંતિમાં જૈન અને વૈદિક મત વચ્ચેનું અંતર વધતું ચાલ્યું હતું;
જ્યારે પણુમાં વૈદિક મતનું ઘટી જૈનનું જોર વધારે જામવા પામ્યું હતું. (૪ થી ૭) શુગવંશની રહીસહી સત્તાન
અને છેવટ રાજા ભાગવત ભાનુમિત્રના મરણ બાદ તે માત્ર નામધારી જ રાજાઓ આવ્યા લાગે છે. અને તે પણ બધા ઈદ્રિયભેગવિલાસમાં જ રાચ્યામાચ્ચા રહી પિતાના દિવસે નિર્ગમન
કરતા હતા. વળી તેમના કન્વવંશી પ્રધાનએ. ઈ. સ. પૂ. ૧૫૭ માં પ્રધાનવટું હાથ ધર્યું ત્યારથી તે શુંગવંશને અંત ઈ. સ. પૂ. ૧૧૪ માં આવ્યો ત્યાંસુધીના ૪૩ વર્ષના ગાળામાં તેમના વંશના ચાર પુરૂષે પેઢી દર પેઢી ઉતાર પ્રધાનપદ ઉપર આવી ગયા હતા. તે ચારે પ્રધાનો પણ શિથિલાચારી જ નીવડ્યા હતા. એટલે પ્રજા પણ ચારિત્ર્યના પાલનમાં છેક નીચે દરવાજે ઉતરી ગઈ હતી. ચયા ના તથા પ્રજ્ઞા' ના ન્યાયે આખું વાતાવરણ જ ૩૫ સડેલું થઈ ગયું હતું.
મ. સં. ૩૮૫=ઈ. સ. પૂ. 1ર બાદ શુંગવંશ માત્ર ૨૮ વર્ષ ચાલી મ. સ. ૪૧૩=ઈ. સ. પૂ. ૧૫૪ માં ખતમ થ છે. આ ૨૮ વર્ષના કાળમાં ચાર રાન થવા પામ્યા છે. વાયુપુરાણની કેટલીક પ્રતે મેળવી, તેને શુદ્ધ અને સંશોધિત
(૩૧) જૈન સાહિત્ય ગ્રંથમાં “અવંતિપતિની હદ ને બદલે “ અવંતિની હદ” એવા રાબ્દ લખાયા છે.
જ્યારે ખરી સ્થિતિ આ પ્રમાણે છે. છતાં એ અવંતિની જ હદ છોડવાની ફરજ પડી હતી એવી સ્થિતિ હાય. તે દીક્ષાને પ્રસંગ કે કાલિકસૂરિનું ચોમાસુ-તે બેમાંથી એકભરૂચને બદલે અવંતિ નગરીમાં હતું એમ સમજવું.
(૩૨) જૈન સાધુએથી ચાતુર્માસમાં વિહાર કરી શકાતો નથી તે ખરૂં છે. પણ આ તે રાજહુકમ હતા એટલે તેને “ આગાર-છૂટ” ગણી કાલિક સરિઝ દક્ષિણ દેશના પૈઠણ નગર તરફ ઉપડી ગયા હતા.
(૩૩) ચંદ્રવંશી પ્રથમના છ સાત રન જન ધમાં હતા. પછી પતંજલી મહાશયની દેરવણીથી શાત- કરણી બીજાએ વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો. તેના બે ચાર વંશને તે ધર્મમાં રકત હતા; પણ પછીથી યુપચુ થવા માંડયા હતા. છેવટે આ રાજએ, પોતાના પૂર્વજોએ માન્ય રાખેલ જેન ધર્મ પુનઃ અંગિકાર કર્યો હતો.
(૩૪) આ ફેરફાર જન સંપ્રદાયને સ્પરતા છે
તેથી અત્રે જણાવવા આવશ્યકતા દેખાતી નથી. પણ અત્રે તે ટૂંકમાં એટલી જ નોંધ કરવાની કે કાલિદરારિ નામના ત્રણ જનાચાર્યો થયા છે. તેઓને લગતી ઘટક છૂટક હકીકત ઘણાં ગ્રંથમાં આવેલ છે, પણ બધાને સમગ્ર રીતે એવી હોય છે અને સમાલોચક તરીકે અન્વેષણ કરવાને સરળતા થઈ પડે તેમ વિચારવી હોય, તો કાશીની લાગણી પ્રચાર સભાના પ્રમુખ મહાશય ત્યારે તેમને અધિકાર છેડી નિવૃત્ત થયા ત્યારે તેમને સત્કાર કરવા જે દ્વિવેદીઅભિનંદન ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવે છે (સં. ૧૯૯૦=ઈ. સ. ૧૯૩૪) તેમાં એક લેખ મુનિશ્રી કલ્યાણવિજયજીએ (જુઓ ઉપરની ટીકા નં. ૬ તથા ૭,) લગભગ ૨૫ પાનાંને, નિબંધ રૂપે લખ્યું છે તે જુઓ. અલબત્ત, તેમના કેટલાંક મંતવ્યથી હું જુદો પડું છું ખરા, પણ કહેવું પડશે કે તે વિષય તેમણે બહુજ અને રીતે કર્યો છે.
(૩૫) જૂઓ ગત પશે “નિષ્પન્ન થતી એક રિયતિ'વાળા પાલિગ્રામનું વર્ણન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com