________________
-
પરિછેદ ]
તથા ઓળખ
૧૦૯
થયા હતા અને અગ્નિમિત્રનું મરણ થતાં પોતે અવંતિપતિ બન્યો હતો. તેથી એમ થશે કે અગ્નિમિત્રની પાછળ તેને પૌત્ર એદ્રક-બળમિત્ર નામ ધારણ કરી ગાદીએ બેઠો હતો; અને અગ્નિમિત્રની પાછળ તુરત જ બળમિત્ર રાજા થયે છે એમ તો જૈન સાહિત્ય ઉપરથી પણ સાબિત થઈ ગયું છે. એટલે નિર્વિવાદિતપણે સિદ્ધ થાય છે કે, અગ્નિમિત્ર પછી વસુમિત્રને એક નામે જે છ પુત્ર હતા તે બળમિત્ર નામથી અવંતિની ગાદીએ બેઠા હતા.
જૈન ગ્રંથમાં તે ઉપરાંત એમ હકીકત નીકળે છે કે, બળમિત્ર-ભાનુમિત્ર તે બન્ને તે સમયે જૈન ધર્મના યુગપ્રધાન ગણાતા એવા અને દક્ષિણ દેશના વતની કાલિકસૂરિ નામે જેનેચાર્યની બહેન ભાનુમતીના પુત્રો થતા હતા. વળી તેઓ જાતે બ્રાહ્મણ હતા; એટલે કે બળમિત્ર તથા ભાનુમિત્ર બને સગા ભાઈઓ થતા હતા. તેમની માતાનું નામ ભાનુમતી હતું તેમજ કાલિકસૂરિના સંસારી પક્ષે ભાણેજ થતા હતા. વળી બળમિત્રભાનુમિત્રને અધિકાર ભરૂચ શહેરવાળા પ્રદેશ ઉપર હતો. જૈન ગ્રંથમાંની આ સર્વ બીના, અત્યારે આપણે જેનું વૃત્તાંત લખી રહ્યા છીએ તે બળમિત્રભાનુમિત્રને સર્વથા લાગુ પડી રહે છે. મતલબ કે, પુરાણિક ગ્રંથની અને જૈન ગ્રંથની હકીક્ત ઐતિહાસિક ઘટનાઓ સાથે પરસ્પર મળતી આવે છે. એટલે તે સ્થતિ સર્વશે સત્ય હેવાને સ્વીકાર કરી લેવો પડશે.
વળી આગળ ઉપર રજૂ થતી હકીકતથી એમ જણાય છે કે આ ભાગ-ભાગવતને કાશીપુત્ર પણ કહેવાતું હતું એટલે માતાનું મહિયર કાશીગોત્રી હતું. આ હકીકતને ઉપરના પારામાં જણાવેલ વસ્તુ સાથે વાંચીશું તે કહેવું પડશે કે દક્ષિણ હિંદમાં જમીનદાર વર્ગનું કોઈ કાશીગોત્રવાળું બ્રાહ્મણનું કુટુંબ હેવું જોઈએ, જેની પુત્રીવેરે અગ્નિમિત્રે પોતાના યુવરાજ વસુમિત્રને પરણાવ્યો હતો. વસુમિત્રની આ રાણીનું નામ ભાનુમતી કહેવાય અને તેણીના પેટે એક અને ભાગ નામે બે પુત્રો અનુક્રમે જન્મ્યા હતા, જે બન્ને પુત્રો વખત જતાં બળમિત્ર-ભાનુમિત્ર નામે શુંગવંશી રાજા તરીકે પ્રખ્યાત થયા છે. હવે આપણે તેમની રાજા તરીકેની કારકીર્દી આલેખવાને બનતે પ્રયત્ન મળી આવતાં સાધને ઉપરથી સેવીશું. વળી જેમ અગ્નિમિત્ર પિતે વૈદિક મતાનુયાયી બ્રાહ્મણ હતા તેમ વસુમિત્રને શ્વસુરપક્ષ પણ વૈદિક મતાનુયાયી બ્રાહ્મણ જ્ઞાતિને જ હતા.
અગ્નિમિત્રના મરણ પછી જે રાજયકર્તાઓ થયા છે તે સર્વમાં આ બેનું રાજ્ય વધારે
સમય ટકી રહેલું જણાય છે; તેમની અને જ્યારે શિલાલેખી પુરાકારકીર્દી વામાં તેવી હકીકત નીકળે છે
ત્યારે આપણે માનવું જ રહે છે કે તેમના રાજ્યકાળે કાંઈક મહત્વપૂર્ણ બનાવ કદાચ બન્યા પણ હશે. આ વાતને ગ્રીક પ્રજાના
(૧૦) જીઓ ઉપરની ટી, નં. ૨.
(૧૧) જુએ તેમની “કારકીદી”વાળો લખાયલ પરીચફ. ખાસ કરીને ટિપ્પણ નં. ૨૪ ને લગતી હકીક્ત.
(૧૨) બળમિત્ર-ભામિત્રના મામા કાલિસૂરિને આપણે જન્મથી બ્રાહ્મણ ( જુઓ ઉપરની ટી. નં. ૫.
તથા નીચેની ટી. . ૨૭ માં આપેલ કોઠે તથા ન, ૨૮ ની હકીકત) અને મોટા જમીનદારના પુત્ર જ લેખવા રહે છે; પણ પાછળથી અનેક બ્રાહ્મણપુત્રોએ જેમ જિન ધર્મની દીક્ષા લીધી છે તેમ આમણે પણ કર્યું હતું અને ઉત્તરોત્તર અભ્યાસમાં આગળ વધી એક યુગપ્રધાન આચાર્ય બન્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com