________________
પુષ્યમિત્રની
[ દ્વિતીય
શુંગભુત્વ-પુષ્યમિત્ર
ખરી રીતે તે રાજવંશી પુરૂષોનો જ ઈતિહાસ આપણે લખવાનો છે, એટલે તે હિસાબે પુષ્યમિત્રનું મથાળું જુદું પાડીને કાંઈ પણ લખી શકીએ નહીં જ; કેમકે તે માત્ર મહાપુરૂષ હતો પણ સ્વતંત્ર રાજા તો નહોતો જ. એટલે સામ્રાજયના ભૂત્ય –સેવક તરીકે ઇતિહાસકારોએ તેની નોંધ લીધી છે ! તે સર્વ ઈલેખાબ આપણે વાચક પાસે યથાર્થ રીતે સમજાવી ચૂક્યા છીએ; છતાં અત્રે આપણે તેની સ્વતંત્ર નોંધ જે કરવી રહે છે, તે એટલા માટે કે ઈતિહાસમાં તેના વંશજોએ અતિ અગત્યને પાઠ ભજવ્યો છે, અને તેથી તે વંશની ઉત્પત્તિ–આદિની આપણને તેના જીવન- દ્વારા કાંઈક ઓળખ થાય
બાકી રાજકારણના અંગે તેની જે કારકીર્દી જાણવાની જરૂર છે, તે તે તેના જેવા અન્ય રાજદ્વારી પુરૂષોની બાબતમાં જેમ હંમેશાં બનતું આવ્યું છે, તેમ તે તે સમયના રાજનું વર્ણન લખતાં લખતાં પ્રાસંગિક વિવેચન લખાઈ જવાયું છે. તે માટે આ પુસ્તકમાં મૌર્યવંશની પડતી અને વિનાશ નામના જ પ્રથમ પરિચ્છેદે ઈસારા કરી દેવાયા છે, તે વાંચી જેવાથી પણ સમજી શકાશે. તેમ હવે પછી તેના પુત્ર અગ્નિમિત્રનું રાજ્યવૃત્તાંત તથા પત જલી મહાશયના જીવનની આછી રેખા આલેખવાની છે તેમાં પણ અવારનવાર ઈસરાઓ આવશે જ.
તેના મૂળ વતન વિશે બહુ જણાયું નથી, પણ જે બે ત્રણ ઠેકાણે કાંઈક તે ઉપર પ્રકાશ
પાડે તેવું નેધાયું છે, તે અત્રે જણુવવું જરૂરી
છે. એક લેખક જણાવે છે કે તેની ઓળખ “ભારદજ નામે બ્રાહ્મણોની
એક ગુંગ નામે પેટા શાખામાંથી પુષ્યમિત્ર ઉતરી આવ્યો છે-Pushyamitra belonged to Sunga dynasty, a branch of the Bhardhwaja clan of Brabaming"
જ્યારે એક બીજા લેખકે જે તેની ઉત્પત્તિ વિશે પુરાણુને આધાર લઈને એમ લખ્યું છે કે “ ના નિયુક્ત પૂiા હોને સજા તા ધર્મ સત્તા
તે સંમત્ત નામ છે મુતિ વિષ્ણુયા ત્રાહ્મળ જે વાં, માવાન વિષ્ણુ હિ ? મેં ઝવતાર સૈ ” ( જુઓ શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્ય. ૨, પૃ. ૧૦૩૦-૩૪) ત્યારે વળી બૌદ્ધગ્રંથ નામે દિવ્યાવદાનના ૨૯ મા અવદાનમાં આ પુષ્યમિત્રને પુષ્પધર્માને પુત્ર જણાવ્યું કે છે.
આ પ્રમાણે સર્વ લેખકોની માન્યતા પુષ્યમિત્રના પિતાના નામ માટે ભલે જુદી જુદી પ્રવર્તી રહી છે, પણ એટલે સુધી તો તેઓ સર્વે એકમત છે કે, પુષ્યમિત્ર જન્મ બ્રાહ્મણ હતો જ. એટલે આપણે તેના વંશજોને શુંગવંશી રાજાઓનેબ્રાહ્મણધર્માનુયાયી લેખીશું.
અગ્નિમિત્ર સિવાય તેને કોઈ અન્ય પુત્રો હતા કે કેમ અથવા તેને કેટલી સ્ત્રીઓ હતી તે | વિષે પણ કંઈ જણાયું નથી જ, પરંતુ એક લેખક જણાવે છે કે “તેને આઠ પુત્રો હતા. તેમાં એકનું નામ બૃહસ્પતિમિત્ર હતું. છઠ્ઠો પુરૂષ ધનદેવ તે કેશલરાજા ફત્રુદેવની પુત્રી કૌશિકી
(1) જુએ ઇં. હી. કાઁ, , ૫, પૃ. ૩૯૪.
(૨) જુએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા નામે ત્રિમાસિક પુ. , ખંડ ૧, પૃ. ૬૦, ટી, ૩.
(૩) પુષ્યમિત્ર તે જ રાજ કલિક છે એમ આ નિબંધના લેખક મહાશયનું મતગ્ય બંધાયું છે. વિશેષ
માટે આગળ કલિક રાજના વૃત્તાતે જુઓ.
(૪) જુએ ઉપરની ના. પ્ર. ૫. પુ. ૧૦, નં. ૪, પૃ. ૬' નું ટીપગ.
(૫) જુઓ જ. બી. એ. રી સે. પુ. ૧૩. પુ. ૨૪૦ થી ૨૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com