________________
માર્ય સમ્રાટને
[ સક્ષમ
(૧) ચંદ્રગુપ્ત અત્યાર સુધી ઇતિહાસકારોએ, જ્યારથી ચંદ્રગુપ્ત મગધપતિ બન્યા ત્યારથી જ મૌર્યવંશની સ્થાપના થયેલી ગણીને તેના જય-પરાજયને વૃત્તાંત લખે રાખે છે; પણ આપણે પુ રને પૃ. ૧૭૪ માં દર્શાવ્યા પ્રમાણે, જ્યારથી તેણે કોઈ અજ્ઞાત પ્રદેશમાં રાજધૂરા ગ્રહણ કરી હકુમત ચલાવવા માંડી, ત્યારથી મૌર્યવંશની સ્થાપના થયેલી ગણતા હોવાથી અને તેનું રાજય પુ. ૧ પૃ. ૩૮૧ ની સામે ચોડેલ નકશામાં, આકૃતિ નં. ૫૫ માં ચિતરી બતાવ્યા પ્રમાણે સ્થાપિત થયેલું હોવાથી, તે સમય અને તે સ્થાનને આશ્રયીને તેની આદિ ગણવી પડશે.
સમયને અંગે વિચારતાં કહીશું કે તેણે રાજ્યને પ્રારંભ કર્યો ત્યારથી તે નવમાં નંદને હરાવીને ને મગધ સામ્રાજ્યને સ્વામી બન્ય ત્યાં સુધીમાં આઠથી સાડાઆઠ વર્ષનો ગાળો પડ્યો છે અને તે દરમ્યાન તે તદ્દન સાધન રહિત હેવાથી આરંભમાં તેણે એક ધાડપાડુ કે લુંટારા જેવી જ અથવા તે બહારવટીયા જેવી જ અવસ્થા ગાળવા માંડી હતી. અને તેમાં પણ તેને અથવા ખરું કહીએ તે પં, ચાણકયને–મુદ્દો રાજા નવમાનંદ ઉપર વેરવૃત્તિ વાળવા પૂરતું હોવાથી, પિતાની પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન મગધ સામ્રાજ્યની એકાદ સીમા જેનું તેમને પસંદ કરવું પડયું હતું. તે સ્થાન કઈ સીમા પ્રત્યે અનુકૂળ થઈ પડશે તે જાણવા માટે આપણે પુ. ૧, પૃ. ૩૮૧ માં આકૃતિ નં. ૫૫ ને નકશે જોઈશું, તે તુરત ખ્યાલમાં આવી જશે કે-સામ્રાજ્યની દક્ષિણ હદ તેમને માટે બંધ બેસતી થઈ પડતી હતી. દક્ષિણ હદ ઉપર, એક બાજુ કલિંગપતિની અને બીજી બાજુ અંધ પતિની આણ પ્રવર્તી રહી હતી; પણ જે ડેક ભાગ પર્વતમાળાથી રોકાઈ રહ્યો હતો અને જ્યાં
મગધપતિની રક્ષણનીતિ કાંઈક ઢીલાપણે અમને લમાં મૂકવામાં આવી હતી તથા જે પ્રદેશ શહેરી પ્રજા કરતાં જંગલી પ્રજાવડે વિશેષપણે વસાયલો હતો ત્યાં પિતાનું થાણું તેમણે જમાવ્યું હતું. કમેક્રમે પાંચ-છ વરસમાં થોડાક માઈલના વિસ્તાર પોતાના સ્વામિત્વતળે મેળવી લીધો અને તે પ્રદેશની ખડતલ શરીરવાળી, મજબૂત બાંધાવાળી તથા લડાઈના પ્રસંગે બહુ ઉપયોગી થઈ પડે તેવી અર્ધ જંગલી પ્રજા ઉપર જ્યારે પોતાનો કાબૂ પૂરતો મળી ગયે દેખાયો, ત્યારે ૫. ચાણક્યની બુદ્ધિએ એક પગલું ઓર આગળ વધવાનું વિચાર્યું. આ વખતે જ કદાચ પેલી ડોશીમા અને તેના બાળકવાળો પ્રસંગ (જુઓ પુ. ૨, પૃ.૧૬૬) બન્યો હોવાનું સમજાય છે. =મ. સં. ૧૫૪ (ઈ. સ. પૂ. ૩૭૩). હવે તેણે વ્યવસ્થિત બની એકાદ બાજુ હુમલો લઇ જવાની પેરવી રચવા માંડી.
તેના પોતાના નાનકડા રાજ્યને વટીને ત્રણ રાજવીઓની હદ લાગી પડી હતી : એક મગધની, બીજી કલિંગી અને ત્રીજી આંધ્રપતિની (જુઓ નકશે પુ. ૧. પૃ. ૩૮૧). આ ત્રણે જે કે હતા તો પિતાથી અનેકગણ જબરા સાધન સામગ્રીવાળા, છતાંયે ત્રણમાં નબળામાં નબળો તે અંધપતિ જ હત; કેમકે તેને રાજ્યવિસ્તાર પણ પહેલા બેના કરતાં ક્ષેત્રફળમાં અતિ નાને હતે. વળી તે વખતના રાજવી વશિષ્ઠપુત્રી કન્ય -કૃષ્ણ અથવા આપણે જેને ટૂંકમાં ત્રીજા અંધ્રપતિ તરીકે ગણાવીશું, તે અતિ વૃદ્ધ થઈ ગયો હત; તેમજ તે પોતાની પ્રજામાં કઈક અળખામણો બની ગયો હતો કેમકે તેણે ખરા હકદાર–પિતાના સગા ભત્રિજાના (બીજા અંધ્રપતિ-યજ્ઞશ્રી ગૌતમીપુત્રના) અને વિધવા રાણું નાગનિકાની પુત્ર-બાળરાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, ગાદી પચાવી પાડી હતી એટલે પ્રજા તેના રાજ્ય અમલથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com