________________
પારઆર્થિક લેખસંગ્રહ
| [ ૧૯ આ પ્રમાણે ચાર ચાર ભેદના ચાર વર્ગ પડતાં વાદના સેળ ભેદ થવા છતાં પણ પ્રથમ ચતુષ્ક વર્ગમાં બીજે ભેદ, દ્વિતીય ચતુષ્ક વર્ગમાં પ્રથમ તથા દ્વિતીય એમ બે ભેદે અને ચતુર્થ ચતુષ્ક વર્ગમાં ચોથો ભેદ. એમ કુલ ચાર ભેદે કાઢી નાંખવા જોઈએ; કેમકે-જિગીષ સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણરછુને વાદ હોઈ શક્તા નથી. કારણ એ છે કે સ્વાત્મામા તત્વનિશ્ચય ચાહવાવાળે ખુદ જ તત્ત્વજ્ઞાનની તૃષાથી જ્યારે વ્યાકુળ છે, તે પછી તે વિજયલક્ષમીની આકાંક્ષા રાખનાર સાથે વાદભૂમિને સંબંધ ધરાવવા શી રીતે ચોગ્ય કહી શકાય ? અર્થાત્, ન કહી શકાય. એ માટે પ્રથમ ચતુષ્ક વર્ગને બીજો ભેદ વાદભૂમિથી બહાર છે અને એ જ કારણથી દ્વિતીય ચતુષ્ક વર્ગને પ્રથમ ભેદ પણ નિરસ્ત થઈ જાય છે. હવે જ્યાં બને વ્યક્તિઓ સ્વાત્મામાં તત્વનિર્ણરછુ હોય ત્યાં તે બન્ને પરસ્પર વાત કરવાને અધિકારી નથી એ સુસ્પષ્ટ છે. એથી દ્વિતીય ચતુષ્ક વર્ગને બીજો ભેદ નીકળી જાય છે. અને કેવળજ્ઞાનીઓને વાદ અસંભવ જ હવાથી ચતુર્થ ચતુષ્ક વર્ગને ચેાથો ભેદ પણ ઊડી જાય છે. આમ ચાર ભેદો નીકળી જતાં વાદભૂમિકાના બાર પ્રકારે ઘટે છે. તે આ રીત
જિગીષ સ્વાત્મામાં તત્ત્વનિર્ણયેષુ સાથે વાદ-પ્રતિવાદ કરી શકે નહિ. એ સિવાય ત્રણેની સાથે ૧-જિગીષ, ૨પરત્વતત્ત્વનિષ્ણુ ક્ષાપશમિક જ્ઞાની અને ૩–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ વાદ-પ્રતિવાદી કરી શકે છે.
સ્વાત્મામાં તત્ત્વનિચ્છ જિગીષ સાથે તેમજ સ્વાત્મામાં તવનિર્ણચ્છ સ્વાત્મામાં તત્વનિચેમ્બુ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org