________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૯૫ પોતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગોઠવો પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અંશથી સાદસ્યને લઈને જે સમજવાનું હોય ને સમજાતું હોય, તે તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયેના અર્થને નિશ્ચય કરે; પણ કુતાર્કિકપણું રાખીને જેઓથી અનુભવનું ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહોંચાડે નહિ.
એકી વખતે લખવા કે બેલવામાં બધી બાજુઓની પૂર્ણ હકીકતે આવી શકતી નથી. એક લખાતી કે બેલાતી બાબતમાં બીજું કહેવાની કે લખવાની બાબતે ઘણું રહી જાય છે, પણ મૂખ્ય–ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હોય, કે જે અધિકારોને ઉદ્દેશી વાત ચાલતી હોય, તે જ રીતે બોલાય છે. આથી તેના હૃદયમાં બીજી બાબતે કહેવાની નહતી કે આ જ કહેવાની હતી અને બીજી નિષેધવાની હતી, એવું ધારણ કદી નક્કી કરી ન નાંખવું. સમ્યગ્રષ્ટિ આત્માઓ અપેક્ષાને સમજી ગૌણ–ભૂખ્ય અને અધિકારી-અધિકારી બાબતનું માધ્યસ્થ દૃષ્ટિએ સમાજનારા હોય છે.
આત્માથે સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે સ્વ૨છાએ માન્યતા કરી છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે.
જેઓ શાસ્ત્રકારોએ ગોઠવેલા અનુક્રમે નહિ ચાલતાં ગમે તે રીતે સ્વચ્છેદે વતવા માંડે છે, તે જરૂર નિષ્ફળ અને ઉભયભ્રષ્ટ થાય છે.
એક માણસના હાથમાં ચિંતામણી આવ્યું હોય, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org