________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૩ ગામી કારણને લીધે હેઈ આત્મા તે પ્રકારે વતે છે.
જગતમાં શરીર અને મન સંબંધી દુખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આત્મા સ્વતંત્ર છે.
આપણા બધા વિચાર અને ભાવનાઓ તેના પૂર્વગામી વિચાર અને ભાવનાઓના પરિણામરુપે અને અવલંબનભૂત છે.
પૂર્વજન્મના સંસ્કાર અને આ જન્મના આજુબાજુના સંગે એ બન્નેને લઈને અત્યારની આપણું સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે.
જેવી જેવી લાગણીથી જે જે કાળે કર્મબંધ કર્યો હેય, તેવા તેવા પ્રબળ કે નિર્બળ, તીવ્ર કે મંદ રસે તે કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખને અનુભવ થાય છે.
આ સંસારની સઘળી પ્રવૃત્તિઓ કર્મની પ્રેરણા પ્રમાણે વતે છે, એટલે જેવું કર્મ તેવી પ્રવૃત્તિ થાય છે.
હૃદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને પછી ફળ-એમ અનુક્રમ ઉદ્ભવે છે. - જેમ રસને ઘાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે.
વ્યવહારનયથી દરેક જીવ પિતાપિતાના શુભાશુભ કમને કત્તાં અને તે જ તેને ભક્તા છે.
ઈશ્વર આ લોકમાં કોઈને પણ કર્તાપણાને અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org