________________
પામાર્થિક લેખસ ગ્રહ
[ ૩૬૩
ભગવાન મહાવીર જમાલીને કહે છે કે-વ્યવહાર અને નિશ્ચય એ ઉભય દૃષ્ટિને આધારે કાઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર પ્રવૃત્તિ રહી શકે. કેવળ વ્યવહારષ્ટિ પ્રમાણે થતા ભેદ અથવા વિરાધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિ ને ધેય ખૂટી જતાં સાધ્ય સુધી ન જ પહોંચી શકાય : અને વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયદૃષ્ટિને ખરા અર્થમાં અનુસરતાં નુકશાન થાય. વળી તેમ કરનાર પણ ઘણા અલ્પ હોય, પણ સામુદાયિક હિતની સંભાવના ઘણી આછી રહે છે. આથી નિશ્ચયદૃષ્ટિને લક્ષ્યગત રાખી વ્યવહારષ્ટિ અનુસાર વર્તન કરવામાં જ ક્રમિક વિકાસના વધારે સંભવ છે.
જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેાથી વિરુદ્ધ કથન ન હોય અને આત્માની ઉન્નતિને લગતા જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યો હાય, એવું તત્ત્વના ગભીર સ્વરુપ ઉપર પ્રકાશ પાડનારું અને રાગ-દ્વેષ ઉપર દબાણુ કરી શકનારું પરમ પવિત્ર શાસ્ત્ર આગમ ’કહેવાય છે.
'
આગમમાં પ્રકાશ કરેલું તત્ત્વજ્ઞાન અતિ ગંભીર હાય છે. એથી જ તટસ્થભાવથી વિચારવામાં ન આવે તે અર્થના અનથ થઈ જવાને પૂર્ણ સંભવ રહે છે. દુરાગ્રડુંના ત્યાગ, જિજ્ઞાસાગુણુની પ્રમળતા અને સ્થિરતા તથા સૂક્ષ્મદૃષ્ટિએટલાં સાધના પ્રાપ્ત થયા હાય, તેા આગમતત્ત્વાના ઉંડાણમાં નિીતાથી વિચરી શકાય છે.
',
સાત નય અથવા અનંત નય છે, આત્માને જ અર્થ છે અને આત્મા
Jain Education International
જે બધાં એક એ જ એક ખરા
For Private & Personal Use Only
www.jainelibrary.org