________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૩૫૩
જૂદા જૂદા મનુષ્ય, જૂદા જૂદા સંપ્રદાય અને જુદા જૂદા દાર્શનિક વિચારો ધરાવતા હોય તોય, જે તેઓ સદુવિચાર અને સદાચરણ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વર્તન-પ્રવર્તનથી પિતાને જીવનવિકાસ સાધી રહ્યા હોય, તે તે બધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધર્મમાં એક છે.
જેઓએ ઈન્દ્રિયોને જ્ય કરી ક્રોધને જય કર્યો છે, ક્રોધને જય કરી મનને ય કર્યો છે અને મનને જય કરી જેમના આશય શુભ થઈ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂર્ણ પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષે જૂદા જૂદા ધર્મમાગે પણ પરમાત્મગતિ પ્રાપ્ત કરી શકે છે.
ખરેખર સર્વ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેવ્યના સેવકે છે અને કેઈ દૂર અને કઈ પાસેના સેવકે એવા ભેદ મટાડી શકાતા નથી.
જેઓ પરમાત્માના નામે કરી ગવિષ્ટ બની ગયા છે અને જ્ઞાનમાર્ગથી વિમુખ છે, તેઓ ઘુવડ જેમ સૂર્યને જોઈ શક્તા નથી તેમ પરમાત્માને જોઈ શકતા નથી.
ધર્મના વિભાગો પડી શકતા નથી, પણ ધર્મના સાધનેના વિભાગો પડી શકે છે. પરમાત્મદશામાં કેઈને પણ મતભેદ નથી, પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધર્મના સાધનમાં–વ્યાપારોમાં મતભેદ છે. | સર્વ આસ્તિકદર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થષ્ટિ-સમ્યકષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org