________________
૩૫૪]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા જૈનધર્મને આશય, દિગંબર તેમજ શ્વેતાંબર આચાને આશય ને દ્વાદશાંગીને આશય માત્ર સનાતન ધર્મ પમાડવાને છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કેઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી અને તે જ ત્રણેય કાળમાં જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને હશે.
મૂળ તત્ત્વમાં કયાંય ભેદ ન હોય-માત્ર દષ્ટિમાં જ ભેદ જણાય, તે આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવૃત્તિ કર!
વર્તમાનકાળ દુષમકાળ વતે છે. મનુષ્યોના મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. ઘણું કરી પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થને દેખાવ કરી સ્વેચ્છાએ વતે છે. એવા વખતમાં કેને સંગ કરે?, કેની સાથે કેટલું કામ પાડવું?, કેની સાથે કેટલું બોલવું?, કેની સાથે પિતાના કેટલા કાર્ય–વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય?
એ બધું લક્ષમાં રાખવાનો વખત છે, નહિ તે સદુવૃત્તિવાન્ જીવને એ બધા કારણે હાનિકર્તા થવાને સંભવ છે.
વાતાવરણ તથા સ્થાનના પરિવર્તનથી મનુષ્યના મને ભાવ તથા વિચારનું કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. જે સ્થલમાં રહેવાથી આત્મા શુભ ભાવમાં ન રહી શકે, તે સ્થલને તુરત જ ત્યાગ કરે.
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયને પ્રતિકુળ એવા પ્રકારને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org