Book Title: Parmarthik Lekhsangraha
Author(s): Punyavijay
Publisher: Jivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan

View full book text
Previous | Next

Page 344
________________ [૩૪૧ પરાધિક લેખસંગ્રહ તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રને સઘળે પ્રપંચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. બાલાજીને સમજવા માટે સિદ્ધાંતના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષોએ ઉપકારષ્ટિથી કર્યું છે. આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનને હેતુ શું છે?, સાધ્ય શું છે?તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાંખે છે. જેટલે વખત આયુષ્યને તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તે મનુષ્યપણાનું સફળ થવું કયારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છેએ નિશ્ચય કરે જોઈએ અને તેના સફળ પણ માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવા એગ્ય હોય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે. લૌકિક ભાવ આડે જ્યાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતિએ સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એ સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લેકચેષ્ટાએ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સંભવે છે. લેકની દૃષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહિ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372