________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૪૫
કાઈ પણ વસ્તુને સર્વથા નાશ થતા નથી પણ તેના પર્યાયા બદલાય છે. પુદ્ગલાની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુના ‘પુનર્જન્મ’ સમજવા.
સુખ-દુઃખ એ પૂર્ણાંકને અનુસારે પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભમાં આવ્યેા તે ક્યા કમથી ? તે કર્મોના કાળ ગર્ભમાં આવ્યા પહેલાંના માનવા જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંના જન્મ તે જ આત્માના ‘પુનર્જન્મ,’
કા –કારણના વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે, તેા માનવદેહરૂપ કાર્યાં. તેનું કારણ આ દેહાત્પત્તિની પહેલા જ માનવું પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ.
દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્યં ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છેઅને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણુ સબંધ છે.
જો પુનર્જન્મ ન હાય તા આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઈ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે.
જે જીવનભાવનામાં પરલાક સમધીની જવાબદારી મુખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનંતપણું સ્વીકારાતું હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સતન, પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org