________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૩૭
માઢના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિ'તન એ જ કે—સંસારસમુદ્રની નિર્ગુણુતા ( વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુ:ખ શું છે?–એ સંખ`ધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ-પૌદ્ગલિક પદાર્થોનું પૃથપણું વિચારવું.
આત્મા શી વસ્તુ છે?, આત્માને સુખ દુઃખના અનુલવ કેમ થાય છે ?, આત્મા પાતે જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે કે કોઈ અન્યના સંસર્ગથી આત્માને સુખ-દુઃખના અનુભવ થાય છે?, કના સંસગ આત્માને કેમ થઈ શકે છે ?, તે સંસગ અનાદિ છે કે આદિમાન ?, અનાદિ હાય તે તેના ઉચ્છેદ કેવી રીતિએ થઈ શકે ?, કમનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?, કમના ભેદાનુબેદ કેવી રીતિએ છે ?, કર્માંના અધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે ?-આ બધી આખતે અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલાષીઓએ જાણવાની હાય છે, તેમજ સંસારની નિર્ગુણુતાનું-અસારતાનું અવલાકન કરવાની જરુરીયાત રહે છે.
દુનિયાના જીવા જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે, તે તે વસ્તુઓની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે.
જો દુઃખને ટાળવું હાય અને સાચા સુખને પ્રાપ્ત કરવું હાય, તે પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઈએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ કરવી જોઇએ.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org