________________
૩૨૪]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સાચી હોય તે તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જે ગુણ અને વેષ એ ઉભય હોય તે તે વંદનીય-પૂજનીય માન્યો છે.
ગુણ પૂજનીય છે, પણ વેષ નહિ–એમ માની. વેષને ઉડાવનારા અગર તે ભગવાન શ્રી મહાવીરદેવને વેષ પૂજ્ય છે એમ માની કેવળ વેષમાં જ મુંઝાઈ જનારા શ્રી જૈનશાસનના મર્મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજને જ કરી શકે છે.
બાલ-અજ્ઞાની જીવ લિંગ (વેષ) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળો જીવ આચરણાને વિચાર કરે છે અને બુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્વની પરીક્ષા કરે છે.
ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જને પણ વતે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લોકો અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષોએ પોતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઈએ.
દૃઢ પ્રતિજ્ઞ' દઢ પ્રતિજ્ઞા વગરના આત્માઓ ધર્મને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચોક્કસ કરે છે કેધર્મદાતા ગુરૂઓએ ધર્મચિંતામણિ દેતાં, લેનાર એગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જેવાની અનિવાર્ય ફરજ છે.
ઉત્તમ ભોજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભૂખે મરવું–તેના કરતાં સામાન્ય જનથી પણ પેટ ભરવું તે એગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org