________________
ક
પારમાર્થિક લેખસંગ્રહ
[૩૩૩ અને સમકિત વિનાની સર્વ ક્રિયા ધૂળ ઉપર લીંપણ કરવા સમાન નિષ્ફળ માની છે.
દેવતત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વને યથાર્થ નિર્ધારી જ્યારે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર આત્મપરિણતિપૂર્વકની શ્રદ્ધા હોય, ત્યારે જ સમકિત થાય છે. દેવાદિ ત્રણેય તત્ત્વ નવતત્વમાં જ અંતર્ગત છે.
જીવાદિ પદાર્થોને યથાર્થ–આત્મપરિણતિપૂર્વક નિશ્ચય વિના જગના સ્થાવર-જંગમાદિ સર્વ ચર–અચર પદાર્થો ઈષ્ટ-અનિષ્ટરુપ ભાસ્યા કરે છે. પર–પદાર્થો પ્રત્યેની ઈષ્ટનિષ્ટ ભાવના એ જ રાગ-દ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થશ્રદ્ધાન વિના ટળતું નથી.
શરીર અને જીવ–એ બન્નેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈને શરીરથી આત્મા ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બન્ને પદાર્થોને ભેદ ભાસ, એ જ જ્ઞાનને મહિમા છે.
ભેદજ્ઞાન થયા પછી જીવન અને પુદ્ગલને કર્તા-કમભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી, કારણ કે-જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી, ત્યાં સુધી અજ્ઞાનથી કર્તા-કર્મભાવની બુદ્ધિ થાય છે.
જ્યારે આ આત્મા, આત્મા અને આશ્રોને ભેદ જાણે છે ત્યારે કષાયાદિ આશ્રોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે નિવતત ન હોય તેને આત્મા અને આશ્રના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org