________________
૩૩ર ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા, જે એકાંતપક્ષી, ગમે તે દયાપક્ષી, ભક્તિપક્ષી વા કિયા પક્ષી હોય, તે પણ નિરપેક્ષ વચન બોલનાર ચારેય ગતિઓમાં ભ્રમણ કરે છે.
જે મતવાદી અથવા ગચ્છવાદી હોય તેનાથી પ્રાયઃ તમામ વચને સાપેક્ષ બેલાય જ નહિ, કારણ કે-મતના આગ્રહને લઈ તેવા મમતને કારણે નિરપેક્ષ વચન બેલે અને તેથી ગમે તેવી ક્રિયા કરતે હોય પણ તેનું ફળ સંસારની વૃદ્ધિ જ છે, માટે નિરપેક્ષ વચનવાળો વ્યવહાર જુઠે કહ્યો છે. - જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે અને જે પરમાર્થને બાધક થાય તે અસદ્વ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બધા વચનનિરપેક્ષ વ્યવહાર જુઠે વ્યવહાર છે.
જ્યારે કેઈ પણ વાતને પક્ષ થાય છે, ત્યારે તે પક્ષને મજબૂત કરવા વચન બોલવું પડે છે. આવા પક્ષગ્રહણ કરેલાએથી ખરેખરૂં બોલાતું નથી, તેથી જે પક્ષમાં પિતે હેય તે પક્ષની પરંપરામાં જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કહ્યું હોય તે જ તે કહે છે અને તેમ ન કરનાર અથવા ન માનનાર ઉપર આક્ષેપ પણ કરે છે. આવા પક્ષપાતીના વચનથી ખરેખરા દેવ, ગુરુ અને ધમની ઓળખાણ થતી નથી અને સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શુદ્ધતા ન થઈ એટલે શુદ્ધ શ્રદ્ધા પણ રહેતી નથી.
જ્યારે શુદ્ધ શ્રદ્ધા ન રહી ત્યારે સમ્યત્વ ન રહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org