________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૨૫ તે ચોગ કહેવાય છે. પહેલા બે ક્રિયાગ છે અને પછીના ત્રણ જ્ઞાનગ છે. તે સ્થાનાદિના પ્રત્યેક ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ-એ ચાર ભેદ છે. એ પ્રમાણે વીસ યોગ પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે ચાર પ્રકારે છે. આ બધા મળીને રોગના એંસી પ્રકાર થાય છે. તે સકલ ચોગથી શેલેશી યોગની પ્રાપ્તિ થવાથી અનુકમે મેક્ષાગ સિદ્ધ થાય છે. સ્થાનાદિ વેગથી જે રહિત છે, તેને તીર્થ ઉચ્છેદાદિનું આલંબન કરીને પણ સૂત્ર ભણાવવામાં મહાદેષ છે, એમ પૂર્વાચાર્યો કહે છે.
૨૮. નિયાગ-ચૈતન્યના સ્વભાવમાં આત્માને જેણે અર્પણ કર્યો છે, વિકારને જેણે ત્યાગ કર્યો છે, સાધુના શુદ્ધ આચારને જે પાળે છે અને પરમેશ્વરની અષ્ટપ્રકારે ભાવપૂજા કરે છે, એ જ મુનિનું કર્તવ્ય છે-એમ જે યથાર્થ સમજે છે, એવા બ્રહ્મવેદી પાપથી લેપાતા નથી.
૨૯ પૂજા–દયારૂપી જળથી સ્નાન, સંતેષરૂપી ઉજવળ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપી તિલક, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે, એવા ભક્તિ અને શ્રદ્ધારૂપી કેસરમિશ્રિત ચંદનરસવડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મા રૂપ દેવની પૂજા કરવાથી “ભાવપૂજા થાય છે. ગૃહસ્થને ભેદપૂર્વક ઉપાસના કરવારૂપ “દ્રવ્યપૂજા' ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચગ્ય છે.
૩૦. ધ્યાન-ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ત્રિક જેનું એકતાને પામ્યું છે, એવા અનન્યચિત્ત મુનિને કાંઈ દુઃખ હેતું નથી. અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org