________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૦૧ સૌની બુદ્ધિમાં પરિવર્તન દેખાય છે અને પિતાના ધર્મને ચૂક્તા દેખાય છે. તેનું ખાસ કારણ કેઈ હોય તે અનીતિના દ્રવ્યનું અન્ન પેટમાં જાય છે તે છે. એક દૃષ્ટાંત આપી સમજાવીશું કે નીતિ અને અનીતિનું દ્રવ્ય છે પ્રભાવ પાડી શકે છે?
એક રાજાને મહેલ બંધાવવો હતે. ખાતમુહૂર્તના દિવસે રાજાએ સભા ભરી. આ સભામાં રાજા ઉપરાંત
તિષી, પ્રતિષ્ઠિત શહેરીએ તથા અમલદારે બેઠા હતા. રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે–મહારાજ ! ખાતમુહૂર્તને કેટલી વાર છે? જોતિષીએ કહ્યું કે-પાંચ સોનામહેર જોઈએ છે. રાજાએ કહ્યું કે-આપણી પાસે ઘણે ખજાને છે. ખજાનચી પાસેથી જોઈએ તેટલી સેનામહોરો લઈ લે. જ્યોતિષીએ કહ્યું કે–પાયામાં મૂકવા માટે તે ન્યાયનું દ્રવ્ય જોઈએ, અન્યાયનું–અનીતિનું દ્રવ્ય મૂકીએ તે એની અસર એવી થશે કે-આ મહેલ લાંબો સમય ટકી નહિ શકે. રાજાએ વિચાર્યું કે–આવડી મોટી સભા બેઠી છે તેમાંથી કેઈ ને કેઈની પાસેથી પાંચ ગીનીઓ તે મળી આવશે, એમ ધારી હુકમ કર્યો કે-જેના ઘરમાં નીતિનું દ્રવ્ય હોય તે લઈ આવે.
આપણામાં કહેવત છે કે પાપ જાણે આ૫ અને મા જાણે બાપ.” અર્થાત્ છોકરાને સાચે બાપ કોણ છે તે તેની મા જાણે છે અને મેં શા પાપ કર્યો છે તે પિતે જ જાણે. સૌ નીચું મસ્તક કરીને બેસી રહ્યા. આ જોઈને રાજા બેલ્યો કે-“શું મારી આખી પ્રજા અન્યાયી છે? જેવો હું તેવી મારી પ્રજા !” કેઈએ રાજાને કહ્યું કે–અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org