________________
૨૮૦ ].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા દ્રવ્યપૂજા એ મનના અશુદ્ધ વાતાવરણને હઠાવવાનું સાધન છે. એ જ કારણથી ગૃહસ્થને માટે તે ભાવપૂજાનું સાધન માનવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું કે–સાધનને સાધ્ય માની લેવાની ગંભીર ભૂલથી સાવચેત રહેવું. સાધનની ભૂમિકા ઉચિત રીતે બાંધ્યા પછી સાધ્ય વસ્તુમાં (ભાવપૂજામાં) અધિક ઉદ્યમ રાખ.
- ક્રિયા એ મનને નિયમિત કરનાર સાધન છે, પણ ધર્મ નથીઃ ઉપચારથી તેને ધર્મ કહેવાય છે.
ક્રિયા કરવામાં પિતાનું કે બીજાનું જ્ઞાન જે કે માર્ગદર્શક બને છે, પરંતુ ક્રિયાત્મક ફાયદે મેળવવા માટે કિયા તે પિતે જ કરવી પડે છે.
જૈનધર્મમાં જે આટલા બધા પર્વો તથા ઉત્સવ કહ્યાં છે, તેને હેતુ માત્ર એ જ કે-ધર્મની મહાન ભાવનાઓ લેકે સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે.
અનેક લોકો ધર્મની યથાર્થ ભાવનાને નહિ સમજી શક્યાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે અને ઉત્સવ–આમોદ પૂરો થયે એટલે ભાવનાઓ ભૂલી જાય છે. એટલા જ માટે ધર્મનું બાહ્ય આવરણ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે-એમ જે કહેવાય છે, તે એક અપેક્ષાએ ખરું પડે છે.
દુલભ એવું સભ્ય રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ થવાથી પ્રાપ્ત થાય છે. તે રાગ-દ્વેષની ગ્રંથિને ભેદ અમુક હદ સુધી કર્મમળને ઠાસ થયે અપૂર્વ અધ્યવસાય દ્વારા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org