________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૮૯ નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ.
સમ્યગ્દષ્ટિ અથવા તથા પ્રકારની દૃષ્ટિભેદને ત્યાગી અન્યદર્શનીયના વેદાંતાદિ કઈ પણ ગ્રંથને વાંચે તે સમ્યકરૂપે પરિણમે છે, કારણ કે-તે પુરૂષ તે તે ગ્રંથેમાંથી હેય, સેય ને ઉપાદેયના વિભાગ સ્વરૂપને સમજે છેઃ અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે.
દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી.
આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયોગ અર્થાત્ તત્ત્વજ્ઞાન-તત્ત્વબેધ જ છે. અનેક ઉપયોગી વિષયો ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુયેગ ઉપગી છે.
દ્રવ્યાનુયેગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની-સદ્ગુરૂમુખે સમ્યજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે બુદ્ધિના આઠ ગુણે પિકી શુશ્રુષાગુણને વધુ વજન આપવામાં આવ્યું છે.
શ્રદ્ધાની સાથે જે શુશ્રુષાદિ બુદ્ધિના ગુણ ભળે તે જ શ્રદ્ધાની સ્થિરતા અને દઢતા રહે છે, પરંતુ એક્લી બુદ્ધિ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org