________________
૨૯૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગૌણુતા સમજવી.
જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રા માજુદ છે. તે સૂત્રામાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જો આપણે માનીએશ્રદ્ધિએ તા જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તેા જ સમક્તિપ્રાપ્તિને ચેાગ્ય અની શકાય.
માનવું અને પાળવું-એ એ વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના અને પાળવું એટલે અલ્પ્સલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કે જ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હાય.
દુનિયાના તમામ ધર્મ શાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પેાતાના કત્ત બ્યા સમજવામાં ન આવે, પેાતાનું ખરૂં ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પેાતાની દૃષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા-ગમે તેટલી શાસ્રપારદર્શિતા પણ ક્ાગઢ છે,
જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવતા દેખવામાં આવે, ત્યારે સમજવું કે—તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભના સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org