________________
૨૮૮ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મક્રિયા નકામી માની છે.
દાનાદિ ક્રિયાઓ કરવાથી ક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યકત્વ જ સહાયક છે.
સમ્યગાન કહો કે આત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરું હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે, ત્યારે તે જલદી જીવને જન્મ-મરણના દુઃખથી મુક્ત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણી પણ સાથે જ મળી રહે છે. પૂ. ઉ. મ. કહે છે કે – “ક્રિયા બિના જ્ઞાન નહિં કબહુ, જ્ઞાન ક્રિયા બિનુ નાહિ; ક્રિયા જ્ઞાનદાઉ મિલત રહેતુ હૈ, જ્ય જલસ જલમાંહીં.”
મેક્ષાભિમુખ આત્માઓ પોતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનું જ્ઞાન અલ્પ હોય તે પણ સમ્યગ- . દર્શનપૂર્વકનું હવાથી સત્ય જ્ઞાન છે તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પિષણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે.
ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધન–જે જે મહેનતે-જે જે પુરૂષાર્થ કહ્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે શોધી કાઢવા માટે આત્માને અર્થે થાય તે સફળ છે, નહિ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org