________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૮૭ પરિત્યાગ કરી શકતું નથી તેનું કારણ ચારિત્રાવરણીય કમને ઉદય છે.
ગુણ, દેષ અને તેનાં કારણેને સમ્યગ વિવેક થઈ આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તવો એ જ સમ્યગ્દર્શન સહિત સમ્યગાન છે તથા દોષના કારણોને છેડી ગુણના કારણેને હેયોપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સમ્યચરિત્ર છે. એ ત્રણેયની ઐયતારૂપ આત્મદશા વતવી તે મોક્ષમાર્ગ છે.
સમ્યગદર્શનના સભાવથી જ ગૃહસ્થધર્મને અથવા મુનિધર્મને ધર્મ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધર્મને વસ્તુતઃ ધમ કહેવાતું નથી.
જડ તથા ચેતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગમાં પ્રવેશ કરી શકાય છે અને તેમાં આગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિની ભૂમિકાઓ-અધિકારે શરૂ થાય છે.
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે–તે વિના પરમાર્થ આવિર્ભૂત થે કઠણ છે અને તે કારણે વ્યવહાર-દ્રવ્યસંગમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે.
સમ્યકત્વગુણ હોય તે જ પરમાર્થથી મનની શુદ્ધિ કહેવાય છે-થાય છે, જ્યારે સમ્યકત્વ વિના મનની શુદ્ધિ મહભિત હાઈ ઉલટી બંધન કરનારી થાય છે.
સમકિતથી સગુણની પ્રાપ્તિ થાય છે અને સગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણું પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org