________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૯૧ પદાર્થોનું જ્ઞાન સારામાં સારું હોય, પુસ્તકોને અભ્યાસ વિશાળ હોય, પણ જ્યાં સુધી તત્ત્વને તત્વ તરીકે સ્વીકારવા જેટલી જુતા જેઓના અંતરમાં જન્મી નથી, ત્યાં સુધી તેઓનું જ્ઞાન જ્ઞાન તરીકે જગના વ્યવહારમાં સંબોધાવા છતાં વાસ્તવિક રીતિએ એ જ્ઞાન અજ્ઞાન બની રહે છે, એટલે કે વસ્તુપરિચછેદક બની શક્યું નથી.
જે વાંચવાથી, જે સમજવાથી તથા જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થ, વિભાવના કાર્યોને અને વિભાવના ફળને ત્યાગ ન થયે; તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરે તે જ વિચાર સફળ છે. - જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છેડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે અને તે જ વિદ્યા દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે તે કર્મ છેડે છે.
ગમે તેવી વિશાળ બુદ્ધિ હોય પણ જે આત્મતત્વની શ્રદ્ધા ન હોય, તે તેવી લુખ્ખી બુદ્ધિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી.
મન જે આત્માભિમુખ ન થયું તે ભણવું-ગણવું સર્વ વ્યર્થ છે. આત્મા સાથે પ્રીતિ થયા વિના પરથી-પુદ્ગલભાવથી પ્રીતિ છૂટતી નથી, અર્થાત્ આત્મધર્મમાં રૂચિ થયા વિના પુદ્ગલ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org