________________
૨૮૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
પેાતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે અર્થાને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્દર્શનનું કુલદશક લક્ષણ છે, એટલે કે-સમ્યગ્દર્શનના ફળને દેખાડવાવાળુપમાડવાવાળું આ લક્ષણ છે.
તત્ત્વરૂપ અર્થાની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગ્દર્શનરૂપ નથી કે સમ્યગ્દર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાâિકાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમાહનીય કર્માંના ક્ષય, ક્ષાપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને ‘સમ્યગદર્શન’ કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન-કારૂપ લિંગ તત્ત્વા શ્રદ્ધા છે.
માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાના છે. માન્યતા એ નીચી કેટની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાના પરિપાક હૈાવાથી ઉંચી કેટની વસ્તુ છે. માન્યતા એ મનુષ્યના અમુક પ્રકારના મનના ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનના ઉત્ક્રય થતાં જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેકજ્ઞાન સ્ફુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ ‘સમ્યગ્દન' કહેવાય છે.
જેવી આસક્તિપૂર્વકની માન્યતા પેાતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંમ્રારિક વસ્તુ ઉપર હાય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર અંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુ ગુણસ્થાનનું જે ગૌરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલ એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org