________________
૨૭૮]
શ્રી જી. . જૈન ગ્રન્થમાલા થવાનું સાધન છે. સાધ્ય સિદ્ધ થતું હોય તે તેમાં સાધનને સમાવેશ થઈ જાય છે, પણ સાધન હોય ત્યાં સાધ્ય હોય જ એમ બનતું નથી.
સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય, તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે.
જે કારણ કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય છે. કાર્ય તરફ લક્ષ રાખી નિરાગ્રહરૂપે કારણ સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે, પરંતુ કારણમાં જ-સાધનમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણભાસ થાય છે. - સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી ક્રિયાઓ નિરર્થક જાય છે.
લક્ષ વિનાનું બાણ ફેકવું તે જેમ નકામું છે, તેમ આત્મનિર્ણય કર્યા વિના તેને બંધનમુક્ત કરવા ક્રિયા કરવી તે પણ નિરૂપયોગી નિવડે છે.
- સાધ્યની સિદ્ધિ પણ પ્રતિકૂળ સાધનથી થઈ શક્તી નથી. સાધ્યને અનુકૂળ સાધન હોય તો જ સાધ્યસિદ્ધિ થઈ શકે છે. આત્માને દોષમુક્ત કરવા નિર્દોષ સાધનેની આવશ્યકતા છે.
સાધ્ય તે માક્ષ, સાધન તે સમિતિગુપ્તિ અને સાધક તે આત્મા જાણ; એટલે સમિતિગુણિરૂપ સાધન વડે સાધ્ય જે મેક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં સર્વ કાંઈ ચરકરણ-સિત્તરી આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org