________________
૨૨૮]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા મોદનીય જ બને છે. આ જ કારણે “અરિહંતઈયાણું” સૂત્રમાં સાધુ અને શ્રાવક-બન્નેને ઉદેશી કાયોત્સર્ગકરણમાં વંદનાદિ છ કારણે દર્શાવવામાં આવ્યા છે. એમાં સાધુને પૂજા–સત્કારાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેને તે સાક્ષાતકરણને નિષેધ છે; તે પૂજા આદિ નિમિત્તે કાયોત્સર્ગકરણ કેમ સંભવી શકે ? એથી જ સાબીત થાય છે કે-સાક્ષાત કરણ નિષેધ છતાં બીજા યોગ્ય દ્વારા કરાવણમાં અને અનુમોદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ નહિ હોવાના કારણે જ વ્યસ્તવની અનુમોદના હોઈ શકે છે અને એથી જ અપુનર્ભધકાદિના ભાવાત્તાના કારણભૂત બનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમોદના હોઈ શકે છે: કારણ કે-એ જીવમાં ધનંબીજના વપનની યોગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધર્મનું બીજ ભાવાજ્ઞા પ્રત્યે સદ્ભાવ કિંવા બહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તે ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે.
જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા છ પ્રત્યે આદર અને બહુમાન પણ ધર્મના બીજ તરીકે વર્ણવવામાં આવ્યા છે; તેમ ભાવાજ્ઞાના કારણરૂપ દ્રવ્યાજ્ઞાના પાલન પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે.
જેમ અગ્ય ભૂમિમાં ક્રિયમાણ બીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પ્રાણીમાં ધર્મબીજનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org