________________
૨૪૪ ]
શ્રી જી. એ. જેને ચન્હમાલય જીવોના કર્મબંધ વિષે પણ સમજવું. અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ અને જાળ વિગેરેમાં સપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી શ્રેષયુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે. પંડિતે કહે છે કે-“ચારને મરાતે અથવા સતીને. અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જેનારા દ્વેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે, જે ખરેખર અનેક જીને એકી સાથે ભેગવવું પડે છે. એ પ્રમાણે, કૌતુકથી બંધાયેલા કર્મોને વિપાક અતિ દુઃખદાયી થાય છે, તે પછી નિગદના જીએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોને ભેગ (પરિપાક) અનંતકાળ વિત્યા છતાં પણ પૂરે ન થાય તેમાં શું આશ્ચર્ય છે?
નિગદના જીવોને મન નથી તેમ છતાં, પરિપાક અનંતકાળ સુધી પહોંચે-એવા કમ શાથી બંધાય છે?-નિગદના જીવને મન નથી, તે પણ અન્યોન્યની બાધાથી દુષ્કર્મ તે ઉત્પન્ન થાય જ. વિષ જાણતાં ખાધું હોય અથવા અજાણતાં ખાધું હોય, તો પણ તે મારે જ. જે જાણવામાં હોય તે પિતે અથવા બીજા ઉપાય કરે તેથી કદાચ બચી જાય, પરંતુ અજાણપણે ખાધેલું તે મારી જ નાંખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંતકાળે પણ ભેગવતાં પૂરું થાય નહિ. નિગોદના જીને મન નથી, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાય. જે કર્મબંધના હેતુ છે, તે હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“વીર્ય બે પ્રકારના છેઃ એક મનચિંતન સહિત (અભિસંધી) અને બીજું મનચિંતન રહિત (અનભિસંધી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org