________________
૨૫૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકલા શરીરને શોષી નાખવાથી ઉલટું સાધન નબળું પડી જાય છે. સાધનને નબળું પાડી નાંખવાથી કાંઈઅજ્ઞાન હઠી શકતું નથી.
આ નંદન મણિયાર અર્ડમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નબળું પાડતું હતું, પણ તેના કામ-ક્રોધાદિ નબળા પડતા ન હતા; કારણ કે–તેનામાંથી સમ્યગ્દષ્ટિ ચાલી ગઈ હતી અને મિથ્યાષ્ટિ આવી બેઠી હતી. સમ્યગ્દષ્ટિ તે આંતજીવનને ગર્ભ છે. તે ચેખા સમાન છે. તેના અભાવે આ ઉપવાસ કરવારૂપ ફેતરાં શું ઉપયોગી થાય? આમ ઉપવાસથી નબળું પડેલું શરીર બીજે દિવસે ભજન કરવાથી પાછું હતું તેવી સ્થિતિમાં આવી જવાનું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મનુષ્યનું શરીર એકાદ-બે માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે તેના ક્રોધાદિ કષાયે તે ઉપવાસના દિવસમાં પણ પ્રસંગે અધિક દીપી નીકળે છે. આથી આ ઉપવાસથી-એકલા ઉપવાસથી–આત્માની પાસે રહેવા સિવાચના ઉપવાસથી વસ્તુતઃ ફાયદે માલુમ પડતો નથી.
બાહ્ય ઉપવાસ આંતરપ્રવૃત્તિમાં આવતાં વિદ–અડચણે દૂર કરવા માટે છે અને ખાવાપીવાને વખત બચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપણું જવાનું થાય છે, આળસ આવે છે, ઊંઘ વધે છે અને વ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાને ઉદ્દેશ બાહ્ય ઉપવાસને છે.
ઉપવાસને દિવસે આરંભ ઓછો કરાય છે. ઉપવાસના કારણે પ્રવૃત્તિ-વ્યવહારની બાહ્ય પ્રવૃત્તિ ઓછી કરાય છે. વિષયની ઈરછાઓ ઉપર કાબુ મેળવાય છે અને આળસ, ઊંઘ, જંગલપાણી અને ખાવાપીવાનો ત્યાગ ઈત્યાદિ કારણોને લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org