________________
૨૫૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નંદન મણિયાર આ દેહના ત્યાગ કરી, તે વાવ ઉપરની આસક્તિને લીધે આર્ત્તધ્યાને મરણ પામી તે વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયા.
મરણુ વખતની જેવી બુદ્ધિ હાય-જેવી લાગણી હાય, તે પ્રમાણે ગતિ થાય છે. આ છેવટની મતિ પણ જીંદગીના કર્ત્તવ્ય અને લાગણીઓ ઉપર આધાર રાખે છે. પુદ્ગલ ઉપરના માહ-મમત્વને લઈ તેમાં મમતા રહી જતાં, તે તે સ્થાને ઉત્પન્ન થવું પડે છે. નિધાન ઉપરના મમત્વને લઈ કેટલીક વાર તે નિશ્વાનના રક્ષક તરીકે સાપ કે ઊંદર આદિપણે આ જીવ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષા આ છેવટની સ્થિતિ માટે ઘણી ભલામણ કરે છે. તેવા પ્રસગે માહ ઉત્પન્ન કરનારા નિમિત્તોને દૂર રાખવા અને મેાહ-મમત્વને આછા કરાવનાર આત્મજ્ઞાની મહાત્માઓને પાસે રાખવા. સમ્યગ્દષ્ટ જીવ પેાતે જાગૃત હોય એટલે તેને ખીજા મહાત્માઓની મદદની જરૂર નથી પડતી, છતાં કાંઇક મંદ જાગૃતિ હાય તે। અવશ્ય આત્મજ્ઞાની પુરુષાને છેવટની સ્થિતિમાં પાસે રાખવા. સ્વાભાવિક પણ તેવા પુરુષા પાસે હાય તે અલૌકિક જાગૃતિ રહ્યા કરે છે. આત્મજ્ઞાની પુરુષ। પણ માયા કે પુદ્ગલાના, માહ કે મમત્વના જરા પણ ભરાંસા રાખી તેને વિશ્વાસે રહેતા નથી. આ દેખાવા સહજ વારમાં આત્મભાન ભૂલાવી દે છે, તેા પછી જીંદગીના મેાટે ભાગ તે દૃશ્ય વસ્તુના ઉપસેાગમાં ગયે! હાય છે તેવા પ્રમાદી જીવા ફેઇ પણ ઉત્તમ આલેખન વગર છેવટની સ્થિતિમાં જાગૃત રહે તે બનવું અશક્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org