________________
૨૬૪]
શ્રી જી. અ. જૈન ગ્રંથમાલા
એકાવલી, મુક્તાવલી, ટીસૂત્ર, મુદ્રિકા, કેયૂર, કું ડલ, મુકુટ આદિ કોઇ પણ આભૂષણ પહેરતા નથી. તે ગંગા નદીની માટીથી અતિરિક્ત અગર, ચંદન, કુંકુમ આદિનું શરીર ઉપર વિલેપન કરતા નથી. તે પેાતાને માટે મનાવેલા, લાવેલા, ખરીઢેલા તથા અન્ય દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તે અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપકર્મોપદેશરૂપ ચતુર્વિધ અનંદ'ડથી દૂર રહે છે. તે દિવસમાં માગધ આઢકપ્રમાણ વહેતા એવા સ્વચ્છ જલને સારી રીતિએ ગાળીને ગ્રહણ કરે છે અને અધ આકપ્રમાણ પીવા તથા હાથ-પગ ધાવાને માટે બીજાએ આપેલા જલને ગ્રહણ કરે છે, કિન્તુ બન્ને રીતે સ્વય' જલાશયમાંથી લેતા નથી, તેમજ તે અબડ અહુન્ત ભગવતા અને તેમના ચૈત્યાને (મૂતિઓને) છેડીને અન્ય તીથિકાના દેવા અને અન્યતીર્થિક પરિગૃહીત અર્હત ચૈત્યાને વંદન-નમસ્કાર કરતા નથી.
શ્રી ગૈાતમ-ભગવન્! અંખડ પરિવ્રાજક આયુષ્ય પૂરું કરીને અહીંથી ક્યી ગતિમાં જશે?
ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંખડ નાના-મોટા શીલવ્રત, ગુણવ્રત, પૌષધેાપવાસપૂર્વક આત્મચિંતન કરતા, ઘણા વર્ષો સુધી શ્રમણેાપાસક વ્રતમાં રહીને, અન્તે એક માસના અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી બ્રહ્મદેવલેાકમાં ધ્રુવપદ પ્રાપ્ત કરશે અને પ્રાન્તે અબડના જીવ મહાવિદેહમાં મનુષ્યજન્મ પામીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે.
શ્રમણેાપાસક અ’ખડ પરિવ્રાજકના વિષય પરત્વે શાસ્ત્રમાં જે કથન છે, તેના ભાવાથ નીચે પ્રમાણે છેઃ—
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org