________________
પારસાથિક લેખસ ગ્રહ
પરમા સૂચક વસ્તુ વિચારસગ્રહ
આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણા ખીલવવાને શબ્દાપૂર્વક ધાર્મિક જ્ઞાનની અત્યંત જરૂર છે.
શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યાં વિના ભાગરૂપ પ્રકાશ બહાર આવતા નથી અને ભાવરૂપ પ્રકાશ મહાર આવ્યા વિના મનુષ્યને યથાર્થ જ્ઞાન થતું નથી.
નવ તત્ત્વના યથાસ્થિત અભ્યાસ સિવાય તત્ત્વશ્રદ્ધા થવી મુશ્કેલ છે.
[ ૨૬૯
સમ્યક્ શ્રદ્ધા સિવાય સમ્યગ્ જ્ઞાન થઇ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રદ્ધા અધશ્રદ્ધામાં જાય છે અને અધશ્રદ્ધાથી અથવા મિથ્યા શ્રદ્ધાર્થ આત્મા શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી.
જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે.
જૈનદન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે.
જ્ઞાનનું-જાણવાનું ફળ એ જ કે-અનથ થી ખચવું અને ઇષ્ટનું સરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે જૈનદશનમાં
જ્ઞાન જ્ઞાન માટે નથી.
શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યક્ત્વ વિના ભાવજ્ઞાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org