________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૪૫ અનભિસંધી વીર્યથી પણ દરેક આત્મા સમયે સમયે કર્મબંધ કરે છે. જેમ આહારાદિકનું પાચન મનના ચિંતન વિના (અનાગથી) થાય છે, તેમ અનાભેગથી કર્મ પણ બંધાય છે. જીવ કઈ પણ દશામાં વતતે કેમ ન હોય, છતાં તેનાં પર્યાયે તેનાં વીર્યજનિત હે પછી તે વીર્ય અભિસંધી જ છે કે અનભિસંધી, પણ તેથી કર્મ બંધાય છે. કર્મબંધના કારણે મિથ્યાત્વાદિક ચાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ છે.” જીવ જેમ જેમ ઉપર ઉપરના ગુણ ઠાણે ચઢતે જાય, તેમ તેમ તેને કર્મબંધ ઓછા થતા જાય છે.
નિગદના જીવોને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હોય છે, પરંતુ કમને બંધ, ઉદય અને આયુનું પ્રમાણ એ કાંઈ સઘળા એકી સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હોય છે એમ નથી. સરખાય હાય તેમ ઓછાવત્તા પણ હોય.
બાદર-નિગેદના જ ચર્મચક્ષુવડે પ્રત્યક્ષ દેખી શકાય છે માટે પ્રત્યક્ષ છે, પરંતુ સૂક્ષ્મ-નિગોદના જીવને તે શ્રી સર્વજ્ઞ જ દેખતા હોવાથી આગમપ્રમાણથી માનવા લાયક છે, કારણ કે–સૂક્ષ્મ-નિગોદ જીવે ચક્ષુના સ્પર્શમાં આવતા નથી. કેટલાક પદાર્થો પ્રત્યક્ષ પ્રમાણથી મનાય છે અને કેટલાક પદાર્થો આગમપ્રમાણથી એટલે આસપુરુષના વચન પ્રમાણથી પણ માનવા જોઈએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનવાવાળા નાસ્તિક જ કહી શકાય.
નિદાનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ અને માત્ર કેવળીગમ્ય છે, કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની વાણી ઉપર જ આધાર રાખવાથી સમજાય તેમ છે. અતીન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org