________________
૨૦૮ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પાપિ પતી જાય છે, કારણ કે તેની ઊંડી વિચારણા ચાલે તે તેને જણાઈ જાય છે કે આ સર્વ કૃત્યને પણ અપ્રમાણિકપણામાં જ સમાવેશ થાય છે. મનુષ્ય પાંચ-સાત બાબતને ન વળગતાં આ એક જ ગુણને ગમે તે ભેગે વિકસાવવા પાછળ જે આખી જીંદગી અર્પણ કરે, તે તે સર્વ પ્રકારના ઐહિક અને પારલૌકિક લાભ મેળવી શકે છે.
ગૃહસ્થને આ (માર્ગાનુસારી) સામાન્ય ધર્મ છે. આ ગુણે આવ્યા પછી જ વિશેષ ધર્મ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમકિત પણ આ માર્ગનુસારીના ગુણે આવ્યા હોય તે જ આવે, અન્યથા શુદ્ધ દેવ-ગુરુધર્મને માનતે છતે મિથ્યાત્વી સમજ, કારણ કે-જેને દેવ-ગુરુ-ધર્મ માને છે, તે દેવે, ગુરુએ કે ધ માર્ગોનુસારીથી વિરુદ્ધ વર્તવાની આજ્ઞા જ કરી નથી. તે પછી જે તે દેવ-ગુરૂ-ધર્મને માનતે છતે તેમની આજ્ઞાને, કાયદાને, નિયમને ન અંગીકાર કરે, તે તે પુરૂષ વસ્તુતઃ દેવ-ગુરૂધર્મને માનતો કેમ કહી શકાય? જરા ઊંડી બુદ્ધિએ વિચાર કરવાથી આ સમજી શકાય તેવું છે. આ સામાન્ય ગુણે આવ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી અને સમ્યકત્વની પ્રાપ્તિમાં તે શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની માનીનતા સમાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org