________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૧૫૫ શ્રેણિ સાધકો અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી કોઈ જૂદા જ પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલા કે કંટાળેલા મનને સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચારશ્રેણિમાં વિશ્રાંતિ પામી શકશે.
જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર પડે છે. જે તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થાય છે, માટે વિચારક્રમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી અને છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી એકાગ્રતા દ્વારા “લય” અને “તત્ત્વજ્ઞાન” સુપ્રાપ્ત કરવાં. મનની એકાગ્રતા” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવામાં જે જે બાબતે ઉપયોગી જણાઈ છે, તે તે બાબતેની સામાન્ય સુચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવે છે. સાધકને એકાગ્રતા અને તત્વજ્ઞાન સુલભ થાય, તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચારશક્તિ ખીલવવી, અનેક સારા વિચાર કરવાને અભ્યાસ રાખવે, આકૃતિ ઉપર કે સગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી અને પછી નિર્વિચાર થવું. છેવટે મનની શાંત (ઉપશમ) “લય” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પૂરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે, તે આગળ શું કરવું તે તેઓને પિતાની મેળે સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org