________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૧૭૧ ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી ક્રમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિને પ્રાપ્ત કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે-ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ક્ષપશમ કરે છે તેથી તેને અ૫ અ૫ પાપવ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોવાથી સર્વથા પાપવ્યાપારને ત્યાગ હેત નથી. કહ્યું છે કે-સર્વથા પ્રકારે પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈરછા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે.
કાર્ય-કારણના નિયમ કર્મને સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય– કારણ સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org