________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૯૫ તેને ધર્મ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિંસાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરે, એ “નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસાવ્રત છે.”
૨. લોકનિંદિત એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું, એ “વ્યવહારથી બીજું વ્રત છે.” અને ત્રિકાળજ્ઞાની ભગવતે કહેલ જીવ-અજીવ (ચેતન-જડ) નું સ્વરૂપ અજ્ઞાનવડે વિપરીત કહેવું અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પોતાની કહેવી, તે જ ખરેખર “મૃષાવાદ” છે, તેનાથી વિરમવું તે “નિશ્ચયથી બીજું વ્રત છે.” આ વ્રત સિવાય બીજા વતની વિરાધના કરે તેનું ચારિત્ર જાય છે, પણ જ્ઞાન તથા દર્શન રહે છે; પરંતુ નિશ્ચય મૃષાવાદથી વિરાધિત થતાં જ્ઞાન, દર્શન ને ચારિત્ર-ત્રણેય જાય છે.
૩. જે અદત્ત એવી પરવસ્તુ ધનાદિક લે નહિ–તેનું પ્રત્યાખ્યાન કરે, તે “વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે.” અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત પુણ્યતત્ત્વના બેંતાલીશ ભેદ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ ધર્મકાર્ય કરતું નથી અને પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયે, જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની વર્ગણ વિગેરે પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતું નથી–તેને નિયમ કરે છે, તે “નિશ્ચચથી ત્રીજું વ્રત છે.”
૪. શ્રાવકને સ્વદારાસતેષ અને પરસ્ત્રીને ત્યાગ તથા સાધુને સર્વ સ્ત્રીઓનો ત્યાગ, એ “વ્યવહારથી ચોથું વ્રત છે” અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાને ત્યાગ, એ “નિશ્ચયથી ચોથું વ્રત છે. અહીં એટલું સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org