________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૭૩ અને સિદ્ધ પરમાત્મા વિગેરેમાં પણ સભ્યત્વનું લક્ષણ ઘટી શકે નહિ; કારણ કે-તેઓને મન નથી માટે શ્રદ્ધારૂપ સમ્યકત્વ પણ હોઈ શકે નહિ. શ્રી તીર્થંકરદેવોએ તે તેમને સમ્યકત્વ હોય એમ કહ્યું છે, જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ “આત્મપરિણામરૂપ સમ્યત્વ” એમ ફરમાવ્યું. આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે એમ સમજવું.
વિચારશક્તિ ધ્યાન અને યોગના સ્વતંત્ર માર્ગે આ૫ણુ વિચારશક્તિના સવ્યય અને નિરોધને માટે જ જાયેલા છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરે તે ગ છે. વિચારશક્તિ એ મહાન શક્તિ છે. વિશ્વમાં તમામ માયિક સુખદુઃખની ઉત્પત્તિ આ વિચારશક્તિના સદુપયોગથી અને દુરૂપયોગથી જ થાય છે અને મનની નિર્વિકલ્પ દશામાંથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે, જે શાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org