________________
૧૭૨]
શ્રી જી. એ. જન ગ્રન્થમાલા
શ્રદ્ધાન અને સમ્યકત્વને કથંચિત ભેદ
શ્રદ્ધાન એ ઉત્તમ અધ્યવસાયરૂપ છે. તસ્વાર્થ શ્રદ્ધાન એ સમ્યકત્વનું કાર્ય છે. જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યકત્વ જરૂર હોય. દષ્ટાંત એ કે-જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણપર્યાપ્તા અને દશે પ્રાણને ધારણ કરનાર શ્રદ્ધાવાળા શ્રી તીર્થંકરદેવ આદિ મહાપુરુષોને સમ્યકત્વ જરૂર હોય છે. આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે-રસોડાના દૃષ્ટાંતે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ; પરંતુ જેમ તપાવેલા લોઢાના ગેળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે અને રસેડા આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યકત્વ હેય ત્યાં તે જીવને શ્રદ્ધા હોય અથવા ન પણ હોય. જેઓ પાછલા ભવનું સમ્યત્વ લઈને માતાના ગર્ભમાં ઊપજે છે, એવા શ્રી તીર્થંકર આદિ મહાપુરુષોને મનઃપર્યાપ્તિ પૂરી થયા પહેલાં એકલું સમ્યત્વ હેાય છે અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બન્ને સમ્યકત્વ અને શ્રદ્ધા હોય છે. આથી સાબીત થયું કે-ખરી રીતે સમ્યકત્વ અને શ્રદ્ધા એ બન્ને અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યકત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધારૂપ (કાય)ને ઉપચાર કરીએ તો બન્ને એક પણ કહી શકાય, એમ “ધર્મસંગ્રહમાં ૫. ઉ. મ.ના વચનેથી જાણી શકાય છે. તાત્પર્ય એ કે-શ્રદ્ધાન એ ઉત્તમ માનસિક અધ્યવસાયરૂપ છે, તેથી એકાંતે શ્રદ્ધા અને સમ્યકુત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્ત જીવેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org