________________
૧૬૪]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ છે. શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરોવવા”ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપણે સ્થાનાદિ ગમાં પ્રવૃત્ત થવાથી ગરૂપી ગુણની માળા નિષ્પન્ન થાય છે.
૫. અજુદા-(અનુપ્રેક્ષાવડે.) અનુપ્રેક્ષા એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગને હેતુ, ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ પ્રતીતિ કરાવનાર કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારો ચિત્તને ધર્મ છે. શાસ્ત્રમાં એને “રત્ન શેધક અનલની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલો રત્નશોધક અનલ–અગ્નિ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલ અનુપ્રેક્ષારૂપી અનલ કર્મમલને બાળી નાંખી કેવલ્યને પેદા કરે છે, કારણ કેતેને તે સ્વભાવ જ છે. “અરિહંતચેઈઆણું”નું સળંગ સૂત્રપદ નીચે પ્રમાણે છે
'अरिहंतचेइयाणं करेमि काउस्सगं-वंदणवत्तियाए पूअणत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वढमाणीए ठामि काउस्सग्गं ।'
અર્થ-અરિહંતના પ્રતિમાલક્ષણ ચિત્યોને વન્દનાદિ કરવા માટે કાયોત્સર્ગ કરું છું. વન્દન નિમિત્તે વન્દન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org