________________
૧૩૨]
શ્રી જી. અ. જૈન ગ્રથમાળા જાણવાનું છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યું હેય તેવા જ પ્રકારે યથાર્થ પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે જે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. જેમકેઅમુક માણસને લાલ અશ્વ જંગલમાં દિવસે બાર વાગે દીઠે હોય અને કેઈના પૂછવાથી તે જ પ્રમાણે યથાતથ્ય વચન બોલવું તે વ્યવહાર સત્ય. આમાં પણ કઈ પ્રાણીના પ્રાણુને નાશ થતો હોય અગર ઉન્મત્તતાથી વચન બેલાયું હોય, તે ખરૂં હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુર્ગચ્છા અજ્ઞાનાદિથી અસત્ય બોલાય છે. ક્રોધાદિ મોહનીયતા અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કર્મથી વધારે એટલે સીત્તેર કડાકેડી સાગરોપમની છે. આ કમ ક્ષય થયા વિના જ્ઞાનાવરણીયાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્મો કહ્યાં છે, પણ આ કર્મની ઘણું મહત્ત્વતા છે, કેમકે-સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કમની મૂખ્યતા છે. આવું મહનીયમનું બળવાનપણું છે, છતાં પણ તેને ક્ષય કરવું મુશ્કેલ નથી. એટલે કે-જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. વિપક્ષ ભાવનાથી મોહનયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લેભાદિ કષાય તથા નેકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org