________________
૧૪૦ ].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા એટલે જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય અર્થાત્ વિકલ્પ આવી જાય, વળી સમજાવીને ચા ઉપગથી સ્થિર કરાય, વળી ચાલ્યું જાય, આ “યાતાયાત” અવસ્થા છે. પહેલી કરતાં બીજી શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને લેશ રહેલો છે, કારણ કે-જેટલી વાર સ્થિર રહે તેટલી વાર તે આનંદ મેળવે છે.
શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે તથા “સુલીન” નામની ચેથી અવસ્થા નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ તેવા જ તેના ગુણે છે અને તે જ બે મનને ગ્રહણ કરવાને-આદરવાને વિષય છે, એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે. ”
વિવેચન-જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ, ત્રીજી મનની અવસ્થામાં બીજી કરતાં સ્થિરતા વિશેષ હેવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા ચેથી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે.
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના મવડે અભ્યાસની પ્રબળતાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે.
ગીએ મન, વચન અને કાયાની ચંચળતાને ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો અને રસના ભરેલા વાસણની માફક આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org