________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૧૪૯
વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ્મ માંઢે કરી રાખવું અને તે પદ કે સૂત્રનું વારવાર મતમાં પુનરાવર્તન કરવું–ગણવું-ખેલવું. આમ નિર'તર કરવાથી ઘેાડા જ દિવસે પછી તે ખરાબ વિચારા આવતા અધ પડશે.
પ્રાત:કાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે।. ઉત્તમ શિક્ષાવાળા પઢો કે ભજનાનું ધીમે ધીમે પડન કરો. પઠન કરતી વખતે મનને! તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવા અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદે એલે. તેનાથી અંતઃક રણને દૃઢ વાસિત કરી અને ત્યાર પછી જ ખીજું કાઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂ મન કેઈ કામમાં રાકાયેલું હોય, ત્યારે તે પદોનું પુનરાવર્તન તમારૂ મન કર્યો કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેોટા ભાગમાં પણ વાસિત થઈ રહેશે.
વિચારશક્તિ ખીલવવાની ક્રિયા-વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસે તરફથી આવી ફરિયાદ આવે છે કે-અમે સારા વિચાર કરવા બેસીએ છીએ, પણ કાંઈ સારા વિચાર આવતા નથી, અથવા ખરાબ વિચારા વગર તેડ્યા આવી પહોંચે છે.
તેઓએ સમજવું જોઈ એ કે-દૃઢ આગ્રહપૂર્વક નિર’તર અભ્યાસથી જ વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારે પછી સારા હાય કે નઠારા હાય, પણ સારા વિચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org