________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૪૩
કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જૂદા જૂદા વહન થતા મનના પ્રવાહા નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન્ ઉપયેગીપણા વિષે દરેક મહાપુરુષાએ વિશેષ આગ્રહ કર્યો છે.
આ પ્રમાણે કાઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ કૂત્તેહ મેળવે. અર્થાત્ “ મુહૂત્ત પર્યંત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાના વિચારને મૂકી દેવા અને કોઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કોઈ પણ આકારપણે પરિણમેલું હતું નથી, પણ તરંગ વિનાના સરાવરની માક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વલ્પકાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે, અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટા પડી પેાતાપર્ણો (સ્ત્રપણે) સ્વસ્વરૂપે રહે છે.
આ સ્વપ વખતની પણ ઉત્તમ અવસ્થાને ‘લય’ અવસ્થા કહેવામાં આવે છે. આ ‘લય’ અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં ‘તત્ત્વજ્ઞાન’-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ ખાખત આચાય ભગવાન શ્રી હેમચદ્રસૂરિજી મહારાજા કહે છે કે
44
यावत् प्रयत्नलेशो, यावत्संकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्त्वज्ञानस्य तु का कथा || "
‘જ્યાં સુધી મન-વચન-કાયાના લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કાંઈ પણ સ’કલ્પવાની કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તે તત્ત્વજ્ઞાનની વાત જ શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org