________________
૧૪૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા
સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રખળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ.
એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયાગી સૂચના“ મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પેાની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળવા નહીં. આ મે વાતે બુદ્ધિ તિક્ષ્ણ કરી વારવાર સ્મરણમાં રાખવી. ” અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઇ પણ ઉત્તર વાળવામાં નથી આવતા અને અભ્યાસ દેઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત્ વિકલ્પો ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાના પ્રયત્ન પણ ન કરવા અર્થાત સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઇએ કે બાહ્યના કોઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર ચા વિષયાંતર ન જ થાય. એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પેાતાની સમગ્ર શક્તિ એક જ માગે વહેન કરાવાય છે. નદીના અનેક જૂદા જૂદા વહન થતાં પ્રવાહા પ્રવાહના મૂળ મળને જૂદા જૂદા ભાગમાં વહેંચી નાંખે છે અને તેથી પ્રવાહના મૂળ મૂળના જોસથી જે પ્રમળ કાર્ય થાય છે, તે પ્રવાહની જૂદા જૂદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહે વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રખળ મન થાડા વખતમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org