________________
પ્રયત્ન કરવામાં જરા પણ ન
આધારરૂપ છે
પારમાર્થિક લેખસંગ્રહ
[૧૪૧. વિવેચન-રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માફક) આત્માને નિશ્ચલ ધારી રાખો. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ. વાસણમાં–આધારમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચન-કાયાને જરા પણ ક્ષેાભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરે, કેમકે-મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલો છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા “એકાગ્રતા” કર્યા સિવાય બંધ થઈ શક્તી નથી અને એકાગ્રતા કરવામાં પણ કમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં “લય અને તત્ત્વજ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખ અને મન-વચન-કાયામાં લેભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી.
એકાગ્રતા-મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે.
પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કઈ પણ જાતિની ક્રિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કેઈ ઉપાય જ નથી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org