________________
૧૩૦]
શ્રી જી. અ. જેને ચન્થમાળા તેથી વિમુક્ત થવું, તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને તે પણ તેમજ. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારાઓનું કલ્યાણ અવશ્યમેવ થાય છે. આ જે ઘણુ જીવેને કલ્યાણકારી માગ, તે પ્રત્યે ક્રોધાદિ ભાવ કે જે મહા વિપરીતના કરનારા છે, તે જ “અનંતાનુબંધી કષાય છે. જો કે ક્રોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષમાર્ગ અથવા તે સધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર-મંદાદિ જેવા ભાવથી હોય તેવા ભાવથી અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
ગુણસંકલના ગુણની હકીકત એવી છે કે એક ગુણને સર્વશે ગ્રહણ કર્યો કે તેની પાછળ અનેક ગુણે સ્વતઃ ચાલ્યા આવે છે. જેમકે-ક્ષમાગુણ આવે ત્યારે અભિમાન, દંભ, મૂચ્છી, મત્સર, નિંદા વિગેરે દેશો તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ-સાત બાબતોને ન વળગતાં એક ગુણને ગમે તે ભોગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org