________________
-
--
--
-
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૬૧ જેટલું બળ તેની પાસે ન હોય, તે ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં પડેલો અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બૂઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી શકતું નથી.
જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજે રાજા ચઢી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી, પોતાને બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પિતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે, તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હતું. તેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચઢાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રત ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-દ્વેષમોહાદિને પ્રગટ થવાના કારણે હતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કર્મોને ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org