________________
પારમાર્થિક લેખસ ગ્રહ
આત્મા સાથે કર્મના પુદ્ગલાના સબંધ અને બંધનમુક્તિ
આત્મા પોતાનું ભાન ભૂલી, પેાતાના સ્વભાવથી મનવડે, વચનવડે અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લટ્ટુ લેાહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગમાં સત્ર ભરેલા પુદ્ગલ પરમાણુઓમાંથી પેાતાની લાગણીને લાયકનાં પુદ્ગલા પાતા તરફ આકર્ષે છે અને તીવ્ર કે મંદ લાગણીના પ્રમાણમાં તે પુદ્ગલેાનું આત્મપ્રદેશ સાથે જોડાણ કરે છે.
[ ૬૭
આ રાગદ્વેષવાની લાગણીઓના ચાર વિભાગેા પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગણી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણી થાય છે: જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે : અવિત્રમાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન બહુ જ ભૂલાવે છે અને પુદ્ગલ જે જડ પદાર્થો છે તે દેહાર્દિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર તે આત્મા જ છે. તેને બદલે જડ પદાર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ’ કહે છે.
પુદ્ગલાના આત્મા સાથે સબ ંધ જોડનાર બીજી લાગણી ‘અવિરતિ’ નામની છે. અવિરતિના ટૂંકા અથ ઈચ્છાઓને છૂટી મૂકવી તે. આત્માની શક્તિ મેળવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org